26-1-2022ના રોજ વ્હાલા ગુરુજી સંધ્યા સમયે ઠાકોરજી જમાડવા સંત રસોડામાં પધાર્યા. ગુરુજી કથાવાર્તાના ખૂબ આગ્રહી તેથી જમાડતા-જમાડતા કથાનો લાભ આપ્યો.

પૂ.સંતો પણ ગુરુજીનો લાભ લેતા હતા. ગુરુજીને જમાડવાનું પૂર્ણ કરી તેઓ આસને પધારી રહ્યા હતા. પણ અચાનક જ ગુરુજી રસોડામાં પરત પધાર્યા. સેવક સંતો ગુરુજી પાસે પહોચી ગયા. ત્યાં તો ગુરુજીએ સંતોને કહ્યું કે, “સંતો ! કથા થઈ પણ મુખ્ય મુદ્દો તો ભુલાઈ ગયો...” આટલું બોલતાં બોલતાં ગુરુજી સંતોને દિવ્યભાવે દંડવત કરવા લાગ્યા. પૂ.સંતોએ ગુરુજીને એક જ દંડવત કરવા દીધો અને પછી ગુરુજીએ હસ્તના લટકે થી કહ્યું કે “સંતો ! આ મુદ્દો ભુલાઈ ગયો હતો.”

આમ, ગુરુજીએ દિવ્યભાવનો મુખ્ય મુદ્દો બોલીને નહિ પણ વર્તીને સમજાવ્યો.