વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ગોધર ખાતે તારીખ 17-7-2022ના રોજ પધાર્યા હતા. ગુરુપૂર્ણિમાના  નિમિત્તે હજારો હરિભક્તો વ્હાલા ગુરુજીનાં દિવ્ય દર્શન, પૂજન, આશીર્વાદનો લાભ લેવા ઉમટ્યા હતા. સવારથી જ હરિભક્તોની ભીડ હતી.

વ્હાલા ગુરુજીએ સવારે મંગળા આરતી કરવાનો લાભ લીધો. ત્યારબાદ ગુરુજી ગર્ભગૃહના પ્રદક્ષિણા પથમાંથી પૂજ્ય સંતો તરફ આવતા હતા ત્યારે આ પ્રદક્ષિણા પથમાં કેટલીક ફૂલની પાંદડીઓ પડી હતી. ત્યાં બાજુમાં જ સાવરણી પડી હતી તો વ્હાલા ગુરુજીએ સાવરણી લઈને વાળવાનું શરૂ કરી દીધું. ગર્ભગૃહની આગળ ઘણા હરિભક્તો દર્શન માટે આવ્યા હતા અને બીજી બાજુ પાછળ ગુરુજી વાળવાની સેવા કરે.

ગુરુજીનાં આવાં દર્શન થતાં જ પૂજ્ય સંતો તથા હરિભક્તોએ તરત જ સાવરણી લેવા પ્રાર્થના કરી.

આ... હા... હા... કેવા દિવ્યપુરુષ વહાલા ગુરુજી ! ગુરુપૂર્ણિમાના દિવ્ય અવસરે પણ નીચી ટેલની સેવા કરવાનો આગ્રહ !!