પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ સંગે વ્હાલા ગુરુજીનું દુબઈ ખાતે વિચરણ હતું. વ્હાલા ગુરુજી સંત મંડળે સહિત તારીખ 24-3-2022 ને ગુરુવારના રોજ સાંજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પધાર્યા.

એરપોર્ટ પર પહોંચી ઇમિગ્રેશન પૂર્ણ થયા બાદ હજુ ફ્લાઇટનો સમય થયો ન હતો. ફ્લાઇટમાં બેસવા હજુ એક કલાક બાકી હતો.

વ્હાલા ગુરુજીએ જીવન પર્યંત એક મિનિટ પણ વ્યર્થ પસાર કરી નથી તો એક કલાક કેવી રીતે વ્યર્થ પસાર કરે ? એરપોર્ટ પર ગુરુજીની સાથે વિચરણમાં લાભ લેવા જનાર હરિભક્તો પણ હતા. તેથી ગુરુજીએ સાથે રહેલ સેવક સંતો તથા વિચરણમાં સાથે લાભ લેવા આવનાર હરિભક્તોને એક જગ્યાએ બેસાડી કથાવાર્તાનો લાભ આપવાનું શરૂ કર્યું.

આમ, હરિભક્તોના ગુણોનો વાદ કરી સૌમાં પરભાવની દિવ્યદૃષ્ટિ કરવાની અનુપમ રીત શિખવાડી.