સન્માન સામે નહિ પણ કિશોરોના પગ સામે દૃષ્ટિ
એસ.એમ.વી.એસ. સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો તા. ૧/૭/૨૦૨૨થી ત્રણ દિવસનો સંકલ્પ કિશોર સભાનો (SKSનો) કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે રાખવામાં આવ્યો હતો.
વ્હાલા ગુરુજી આ SKSના કેમ્પમાં સૌ કિશોરમુક્તોને સુખિયા કરવા પધાર્યા. ગુરુજી પધાર્યા તેના આનંદમાં દરેક મુક્તોએ ખૂબ ભવ્યતાથી સ્વાગત કર્યું. દરેક મુક્તો એસ.એમ.વી.એસ.ની ધજા લઈને હરિકૃષ્ણ મહારાજ સાથે વ્હાલા ગુરુજીની પ્રદક્ષિણા કરતા હતા.
વ્હાલા ગુરુજી સોફા પર બિરાજ્યા હતા ને પૂ. સેવક સંતે હસ્ત મૂકવા માટે ઓશીકું આપ્યું. ત્યારે ગુરુજીએ સેવક સંતને કહ્યું કે, “સ્વામી જરૂર નથી.” એટલે પૂ. સેવક સંતે ચરણમાં ઓશીકું મૂક્યું. તોપણ તેમાં ના પાડી. “દયાળુ, નીચે ગરમ છે તો ઓશીકું રાખો...”
“સ્વામી, આ કિશોરમુક્તોએ પગમાં સ્લીપર પહેર્યાં નથી તો તેમને પણ ગરમ લાગતું હોય. એ પણ સ્લીપર વગર જ ઊભા રહેતા હોય તો અમારાથી કેમ ગ્રહણ કરાય...”
જેને માન-સન્માન-અપમાન સમભાવ (સરખું) રહેતું હોય, જે પોતાના સુખ કરતાં પરસુખમાં જ મગ્ન રહેતા હોય છે.
કેવા દિવ્યપુરુષ વ્હાલા ગુરુજી !!...