સ્વામી ! ઊપજ કરતાં ખર્ચ વધારે થાય છે. ભાવનગર રાજ્યની મહેસૂલ પણ ભરી શકાતી નથી. જો દેવું વધી ગયું હોય તો તમામ નીપજ રાજ્ય લઈ લેશે.”

પોતાનું સર્વસ્વ શ્રીહરિને અર્પણ કરેલું. તેઓ તો વૃદ્ધ થઈ ગયા હતા ને દાદાખાચર હજુ દસ વર્ષના હતા. આથી તેમનો બધો વ્યવહાર હરજી ઠક્કર સંભાળતા હતા. ઊપજ કરતાં ખર્ચ વધતાં તેઓ મૂંઝવણમાં મુકાયા. આથી સદ્. બ્રહ્માનંદ સ્વામી પાસે આવી ઉપરોક્ત બાબત જણાવી.

જણાવ્યું કે, “આટલી મોટી જમીન ખેડવા માટે માંડ પાંચ-છ જોડ બળદ છે. આથી શું ખેતી થાય ? બીજા બળદ લઈ શકીએ તેમ નથી.”

બ્રહ્માનંદ સ્વામીને આ સાંભળી અત્યંત દુઃખ થયું. તેમણે મહારાજ પાસે જઈ બધી વાત વિસ્તારીને કહી. મહારાજ પણ આ સાંભળી દુઃખી વદને બોલ્યા, “આવી પરિસ્થિતિ છે છતાં આ પરિવાર કેવા ભાવથી અમારા થાળ કરે છે ! સંતો-ભક્તોને પણ ભાવથી વાનગીઓ જમાડે છે.”

સ્વામી ! એભલબાપુની ગાયુનાં વાછરડાં સાંઢ જેવા થયા છે. તે બધાંને નાથી દેશું તો અઢાર જોડી બળદની થઈ જશે માટે એ બધાંને બીડમાં ભેગા કરો.”

પણ દયાળુ, એ તો બહુ મારકણાં છે. તેને શી રીતે પકડાય ?”

સ્વામી, બધી ચિંતા છોડી દો. બધો સરંજામ તૈયાર કરાવો. અમે છત્રીસે વાછરડાંને નાથી દઈશું.”

બીડમાં મહાપરાણે ભેગા કર્યા. મહાપ્રભુ ઝાડ ઉપર ચડ્યા. ત્યાંથી કૂદકો માર્યો ને છત્રીસ વાછરડાં ઉપર છત્રીસ સ્વરૂપ ધરીને બેસી ગયા. બધાંનું તોફાન શાંત થઈ ગયું. પછી નીચે ઊતરી એક એકનું માથું નીચું કરી મહારાજે નાથી દીધા. આમ, અઢાર જોડી બળદ ખેતી માટે તૈયાર થઈ ગયા.

રહેલા સૌ મુક્તો શ્રીહરિની અકારણ કરુણા જોઈ વંદી રહ્યા.