અપરિગ્રહના આગ્રહી
ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા.
સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે ભગવી થેલીમાં મૂકી રાખતા ને ગુરુદેવ પ.પૂ. બાપજીની જરૂરિયાત મુજબ સમયે સમયે ઇન્હેલર તથા રૂમાલ આપવાની સેવા કરતા.
ક્યારેક ઉતાવળમાં ભૂલી જવાય તો ગુરુદેવ પ.પૂ. બાપજીને તકલીફ પડે તેવા આશયથી એક ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો ગાડીમાં મુકાવી રાખ્યાં હતાં.
આ બાબતનો ગુરુદેવ પ.પૂ. બાપજીને અણસાર આવતાં સેવક સંતને કહ્યું, “સ્વામી, આ વધારાનું અહીં રાખવાની જરૂર નથી. આપણી પાસે છે તે પૂરતું છે. આપણાથી કારણ વિના વધારાની વસ્તુ ન રખાય.”
એક સામાન્ય ઇન્હેલર ને કપડા જેવી વસ્તુમાં પણ નિર્બંધતા રાખે એવી વિરલ વિભૂતિને કોટિ પ્રણામ !!!