૧૨ ઑક્ટોબર, ૨૦૧૩   સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરની દિવ્ય ભૂમિ પર...

AYPના મુક્તોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પોતાનો દિવ્ય પ્રવાહ રેલાવી મૂર્તિરસમાં સ્નાન કરાવતા હતા. અચાનક સભાહોલના હેલોઝન તથા સ્પીકર બંધ થઈ ગયા. સંતો તથા ઓડિયો-વિડિયો વિભાગના હરિભક્તોએ હેલોઝન ચાલુ કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ વ્યર્થ ગયા.

બે-ત્રણ મિનિટ બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પોતાના સેવક સંતને નજીક બોલાવી પૂછ્યું, “લાઇટ આવશે કે નહીં ?”

“હા, પણ ૫-૧૦ મિનિટ થશે.”  સેવક સંતે ઉત્તર કર્યો. ઉત્તર સાંભળી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આસન પર બિરાજી શાંતિથી લાઇટ આવવાની રાહ જોતા મૂર્તિમાં જોડાઈ ગયા !