બરોડા ખાતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ હતું.

પધરામણી દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક હરિભક્તના ઘરે પધાર્યા. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ દુર્બળ જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “તમે શું ધંધો કરો છો ?”

“સ્વામી, પાનમસાલાનો ગલ્લો હતો પરંતુ, પૂ. સંતોએ રુચિ જણાવી કે આપણે હરિભક્તથી આવો ધંધો ન કરાય. મહારાજ રાજી ન થાય. આપણે વ્યસનના માર્ગેથી પાછા વાળવાનું છે ને અનંતને પાછા વાળવાના છે. માટે આ ધંધો બંધ કરી બીજો કોઈ ધંધો શરૂ કરો. એટલે સ્વામી, મેં એ ધંધો બંધ કરી દીધો. અન્ય કોઈ સગવડ ન થતાં હાલ કોઈ ધંધો કરતો નથી.”

આ સાંભળી દયાળુ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બોલ્યા, “આપણા બરોડા મંદિરના ફૂડસ્ટોલની સેવા આજથી તમારે બજાવવાની રહેશે. મંદિરમાં જ જમાડવાનું અને દર મહિને પ્રસાદી રૂપે જે પગાર મળે તેમાંથી ઘર ચલાવજો.”

વાહ ! દયાળુ સ્વરૂપ ! નાનામાં નાના હરિભક્તની આપ કેવી ચિંતા રાખો છે !!