ગોપાળાનંદ સ્વામીનો મહિમા ગાતાં...
એક વખત ગઢપુર મધ્યે શ્રીજીમહાજ સભામાં બિરાજમાન હતા.સર્વે સંત-હરિભક્ત પણ શ્રીજીમહારાજનો લાભ લેવા તત્પર થઈ બિરાજ્યા છે.
દૂર દૂર મહારાજનો લાભ લેવા બાઈ હરિભક્તો બેઠા હતા.
તે સમામાં શ્રીજીમહારાજે પોતાના લાડીલા મુક્ત સદ્. ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે,
“સ્વામી, તમારામાં જે સમર્થપણું છે તે કહો.”
ત્યારે સદ્. ગોપાળાનંદ સ્વામી જે સંપૂર્ણ પરભાવનું સ્વરૂપ હતા.
જેઓના કર્તા સ્વયં શ્રીહરિ હતા છતાંય અવરભાવમાં મહારાજના પ્રશ્નના ઉત્તર આપતાં કહ્યું,
“મહારાજ, આપની કૃપાથી આ બ્રહ્માંડને આ પડથી આ પડ કરી નાખું, એટલું સામર્થ્ય આપે સેવકને આપ્યું છે.”
આ વાત સાંભળી દૂર દૂર જે બાઈ હરિભક્તો બેઠા હતાં તેમણે કહ્યું, “મહારાજ ! અમે તો ગોપાળાનંદ સ્વામીને અસમર્થ સરખા જાણતા હતા ને આ તો બહુ ભારે સામર્થ્ય કહ્યું.”
ત્યારે સૌને શ્રીહરિએ કહ્યું , “ગોપાળાનંદ સ્વામી તો અમારા અનાદિમુક્ત છે અને તેઓ નિરંતર અમારી મૂર્તિના સુખરૂપી સેવા કરે છે.”
શ્રીહરિ પોતાના અનાદિમુકત ગોપાળાનંદ સ્વામીનો મહિમા સમજાવા ઘણી વાર પ્રસંગો ઊભા કરી તમનો ખૂબ જ મહિમા ગાતાં.