સારી કિંમતે મકાન વેચાવાના આશીર્વાદે મનોરથ પૂર્ણ કર્યા.
“મહારાજ સારી કિંમતે મકાન વેચાવી દેશે.”
વાત જાણે એમ હતી કે આપણી SMVS સંસ્થા સાથે જોડાયેલ ઘરના હરિભક્ત જિતેશભાઈ શાહનું મૂળ વતન પાવી જેતપુર (પંચમહાલનું ગામ) હતું.
ત્યાં તેમનું એક ઘર હતું. પરંતુ ઘર માટે છેલ્લાં 30 વર્ષથી કોર્ટ મેટર ચાલતી હતી. તે હરિભક્તના માતૃશ્રીનો સંકલ્પ હતો કે આ પ્રોપર્ટી મંદિરમાં આપી દેવી પરંતુ મોટા ભાઈની ઇચ્છા ન હતી.
જિતેશભાઈએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને આ પ્રોપર્ટી બાબતે વાત કરી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેઓને પ.પૂ. સ્વામીશ્રીને એ ઘર બતાવવાની વાત કરી...
પ.પૂ. સ્વામીશ્રીને વાત કરી ત્યારે તેઓએ પંચમહાલ સેન્ટર સંભાળતા પૂ. સંતોને જમીન બતાવવા કહી.
પૂ. સંતોએ જમીન જોઈ, તેઓને ગમી અને એક વખત પ.પૂ. સ્વામીશ્રી છોટા ઉદેપુરથી રાત્રિના ૧૧:૩૦ વાગ્યે પાવી જેતપુર પધાર્યા. આ જમીન બતાવી ત્યારે કહે, “મહારાજનો સંકલ્પ નથી. આ જમીન આપણા કામની નથી. અને આ જમીન વેચી જે રકમ આવે તેમાંથી સેવા કરજો.”
આ વાત જિતેશભાઈએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને કરી.
ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખમાંથી ઉપરોક્ત આશીર્વાદ સહેજે સરી પડ્યા...
“મહારાજ સારી કિંમતે મકાન વેચાવી દેશે.”
અને પછી તો એક મુસ્લિમભાઈનો મેળાપ થયો અને ગુરુવર્ય પ.પૂ. બાપજીના આશીર્વચને 30 વર્ષની લોચાવાળી જગ્યા સારામાં સારી કિંમતે વેચાઈ ગઈ.
અને જિતેશભાઈને મળેલ ભાગમાંથી તેઓ ડિસે. ૨૦૧૫ના સુરત મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના સહ યજમાનની સેવાનો લાભ લઈ કૃતાર્થ બન્યા.