તા. 22-8-17 ને મંગળવારના રોજ પ.પૂ.સ્વામીશ્રીને વિમાનની મુસાફરીને લીધે ઉપવાસ હતો. તથા બપોરે આરામ પણ નહોતો મળ્યો.

     વળી, પ.પૂ.સ્વામીશ્રીએ ક્લીવલૅન્ડ ખાતે હરિભક્તોને કથાવાર્તા ને દર્શનનો બે કલાક લાભ આપ્યો.જેથી પ.પૂ.સ્વામીશ્રીના અવરભાવના સ્વાસ્થ્યની નાદુરસ્તી વધી હતી. અવરભાવમાં ચરણ ખૂબ જ દુખતા હતા.

     એવા સમયે પણ પ.પૂ.સ્વામીશ્રીએ પધરામણીનો લાભ આપ્યો. પધરામણી ચાલુ હતી એવામાં એક મુમુક્ષુના નિવાસસ્થાને પહોંચ્યા તો ફ્લૅટમાં લિફ્ટ નહોતી.

     પ.પૂ. સ્વામીશ્રી ખૂબ જ થાકી ગયા હતા.

     અવરભાવમાં તો તેઓ પગથિયાં ચડી શકે તેવું સ્વાસ્થ્ય સારું નહોતું, ત્યાં કોઈકે પ્રાર્થના કરતાં કહ્યું, “સ્વામી, હરિકૃષ્ણ મહારાજની આરતી અહીં નીચે જ કરી લઈએ તો...?!”

     “મુક્તો, ભક્તોના મનોરથ-ભાવ પૂર્ણ કરવા હરિકૃષ્ણ મહારાજ પધાર્યા છે એટલે આપણે જવું જ જોઈએ. ભક્તોને કેટલાં આશા-અરમાન હોય કે ભગવાન અમારે દ્વારે પધારે છે... એમની લાગણી ન દૂભવાય. માટે ચાલો, ધીમે ધીમે પગથિયાં ચડીએ...”

     પછી તે ભાવિકના ઘરે પ.પૂ.સ્વામીશ્રી ધીમે ધીમે પગથિયાં ચડીને પધાર્યા.

     પછી હરિકૃષ્ણ મહારાજની પધરામણી-આરતીનો લાભ આપ્યો.પ.પૂ.સ્વામીશ્રીની અલૌકિક કરુણારીત જોઈ ભાવિક ભક્તોનાં હૈયાં ભીનાં થયાં.

     આ દિવસે અવરભાવમાં સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવા છતાં પ.પૂ.સ્વામીશ્રીએ રાત્રે 11:30 સુધી પધરામણીનો લાભ આપ્યો હતો.