ગુરુવર્ય પ.પૂ.બાપજીએ યુવકોને સાદગીના પાઠ શીખવવા પ્રકરણ પ્રારંભ્યું.
“સ્વામી, આ યુવક આપણા ઘરનો છે ને !” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.
“હા બાપજી...” સેવક સંત બોલ્યા.
“સ્વામી, એને સમજાવો આવો વેશ ન રખાય...”
“હા બાપજી... આપ ના બોલશો અમે કહીએ છીએ...”
“સ્વામી, એને કહો આટલી મોટી દાઢી ને આટલા મોટા વાળ આપણાથી ન રખાય. મહારાજ રાજી ન થાય. એને કહો એ આજે ને આજે કઢાવી નાખે...”
“હા બાપજી કહીએ છીએ...”
“હા બાપજી, અત્યારે કઢાવી નાખું છું... આપ રાજી રહેજો, ભૂલ થઈ ગઈ...”
એ યુવક ગયા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જોડે રહેલા સેવક સંતોને નિકટ બોલાવી કહ્યું :
“આજથી મહારાજને રાજી કરવા આ પ્રકરણ ચલાવો. બધા મુક્તો મહારાજનું ગમતું સાદું જીવન જીવે પણ આ દાઢી-વાળની ફેશન-બેશન ન રાખે એમ સત્સંગ સમાજમાં આજ્ઞા કરાવડાવો...”