ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને મરજીમાં રહેવાનું મહત્ત્વ સમજાવ્યું.
“બાપજી, મરજી એટલે શું ?” સેવક સંતે પૂછ્યું.
“મોટાપુરુષની નાનામાં નાની રુચિ મુજબ રહેવું તે...”
“એટલે બાપજી ?” હાથ જોડી દીનભાવે સેવક સંતે પૂછ્યું.
“એમનું ઝીણામાં ઝીણું ગમતું આપણું થઈ જાય, અને એની બહાર લેશમાત્ર ન વર્તાય તે... મોટાનો જીવસત્તાએ સ્વીકાર હોય... એ જે રુચિ જણાવે તે મુજબ આપણું જીવન થઈ જાય તે... આ અંગે એમને ફરી ક્યારેય રોકવા-ટોકવા ન પડે... મોટા એની કોરે નિશ્ચિંત થઈ જાય તે... તો મોટા ખૂબ ખીલે... તે અનંતને ફદલમાં મૂર્તિ આપી દે...”
સેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજીની મરજી અંગેની વ્યાખ્યા સાંભળી વિસ્ફારિત થઈ ગયા.