ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સેવક સંતની મૂંઝવણ દૂર કરી.
“બાપજી, એક વાત પૂછવી હતી.” સેવામાં રહેલ સંતે પૂછ્યું.
“પૂછો, જે પૂછવું હોય તે પૂછો... મહારાજ ઉત્તર કરશે.”
“બાપજી, અમારે આપની તથા સ્વામીશ્રીની રુચિ અને આગ્રહ તેમાં કોને પ્રધાનતા આપવી ?”
“બંનેની રુચિમાં રહેવાનું... બંનેની રુચિને પ્રધાનતા આપવી.”
“બાપજી, પણ બંનેની રુચિમાં એકસાથે કેવી રીતે રહેવાય ?”
“અરે ગાંડા રહેવાય જ ને કારણ કે બે જુદા છે જ નહીં. એક જ છે... અવરભાવમાં એવું જણાય... પણ પરભાવમાં એવું કાંઈ ન હોય. બંનેનો અભિપ્રાય તો અંતે એક જ હોય માટે બંનેને રાજી કરવા... વળી, રુચિમાં રહેવાનો ઇશક હોય તો રહેવાય જ... રસ્તો નીકળે જ... માટે હવે કાંઈ પૂછવું છે...?”
“ના, બાપજી મારી મૂંઝવણ દૂર થઈ... કારણ કે બે એક જ છે... એટલે બે રુચિ છે જ નહિ એક જ રુચિ છે માટે રુચિમાં રહેવાય જ...”