“મુક્તો, અત્યારે વચનામૃત પર લાભ કોણ આપે છે ?” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.

     “દયાળુ, વચનામૃત પર લાભ મહારાજ આપે છે.” હરિભક્તો એકસાથે બોલ્યા.

     “મુક્તો, અત્યારે વચનામૃત કોણ સાંભળે છે ?”

     “બાપજી, વચનામૃત પણ મહારાજ સાંભળે છે.” હરિભક્તો બોલ્યા.

     “બધા ખરું કહો છો ને ?”

     “હા બાપજી, કરનાર-સાંભળનાર મહારાજ જ છે.” હરિભક્તો બોલ્યા.

     “હવે તમે બધા મુક્તો પાકા થઈ ગયા છો...” પરભાવ દૃઢ કરાવી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મુક્ત કંઠે હાસ્ય રેલાવ્યું.