એપ્રિલ, 2024. મધ્યાહ્ નના 12 વાગ્યે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ પોતાના આસનેથી સંત રસોડે જમાડવા પધાર્યા. ઠાકોરજી જમાડી ગુરુજી એસ.ટી.કે.ના મુક્તો જ્યાં જમાડતા હતા ત્યાં પધાર્યા. મુક્તો ઠાકોરજી જમાડતા હતા. પાછળ ગુરુજી દંડવત-દર્શન કરતાં કરતાં મુક્તોને પ્રાર્થના કરતા હતા.

પ્રાર્થનાનો અવાજ આવતાં મુક્તો પાછળ ફર્યા તો ગુરુજી!

બધા મુક્તોએ ઊભા થઈ ગુરુજીને દંડવત કરતા ઝીલી લીધા. અને કહ્યું, “દયાળુ, આપનાથી અમને દંડવત ન થાય.”

“કેમ અમારાથી દંડવત ન થાય ?” ગુરુજીએ પૂછ્યું.

“દયાળુ, ક્યાં આપ અને ક્યાં અમે ? આપ તો અમારું જીવન છો અને અમો આપના દાસ. સ્વામીએ દાસને દંડવત ન કરવાના હોય ને!” મુક્તોએ કહ્યું.

“તમે બધા મહારાજના મુક્તો જ છો ! તો કેમ દંડવત ન થાય ? અમે તો તમારામાં બિરાજમાન મહારાજનાં દર્શન કરીને દંડવત કરીએ છીએ.” 

વાહ દયાળુ વાહ ! આપનો કેવો દિવ્યભાવ સોતો દાસત્વભાવ !!