અંતર્યામીપણે રોગનું કારણ જણાવ્યું
“દયાળુ, છેલ્લા આઠ આઠ વર્ષથી આખા શરીરમાં બળતરા થાય છે. મુંબઈ, કલકત્તા બધે મોટી હૉસ્પિટલમાં બતાવ્યું છતાં કોઈ ફેર નથી. કંઈક દયા કરો...”
સ્વામિનારાયણ ધામ સમૈયામાં એક હરિભક્ત લાભ લેવા આવ્યા ત્યારે સભા બાદ ગુરુજીને ઉપરોક્ત પ્રાર્થના કરતાં રડી પડ્યા.
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ અંતર્યામીપણે કહ્યું, “વિચારો કે કદી તમે કોઈને દૂભવ્યા છે ? કોઈની આંતરડી કકળાવી છે ?”
ત્યારે પેલા હરિભક્તે કહ્યું, “સ્વામી, મને યાદ આવે છે કે મારો નાનો ભાઈ એક્સિડન્ટમાં ધામમાં ગયો પછી તેમનાં પત્ની ને બે દીકરીઓ ભાગ માગતાં હતાં. તે મારા ઘરનાંએ ઝઘડો કરી પૂરો ભાગ આપવા દીધો નહીં. એ પછી બિચારા દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા માગે છે જે હું આપતો નથી.”
ત્યારે ગુરુજીએ કહ્યું, “બસ તમને આની જ બળતરા છે. હવે પૂરેપૂરો ભાગ આપી દો. મહિને ૧૦,૦૦૦ રૂપિયાને બદલે હજાર વધના ૧૧,૦૦૦ રૂપિયા આપજો. મહારાજ તમારી બળતરા મટાડી દેશે.”
આમ, ગુરુજીએ અંતર્યામીપણે હરિભક્તને રોગનું કારણ કહી દવા બતાવી.