અમારે તમારી સેવા ના કરાય ?
એક વખત સ્વામિનારાયણ ધામ સંતઆશ્રમમાં બપોરના સમયે ઠાકોરજી જમાડી વ્હાલા ગુરુજી પૂ.સંતો જે જગ્યા પર જમાડવા બેઠા હતા ત્યાં ઘૂંટણિયાભેર પોતું કરી સફાઈ કરવા લાગ્યા.
“અરે દયાળુ, આપને આવી સેવા ન કરવાની હોય.” એક સેવક સંત પત્તર મૂકી ગુરુજીના હસ્તમાંથી પોતું લઈ બોલી ઉઠ્યા.
“કેમ અમારે આ સેવા ન કરાય ?” ગુરુજીએ પોતું ન આપતાં કહ્યું.
“દયાળુ, આપને અમારી આવી સેવા ન શોભે માટે રાજી રહેજો. આ પોતું આપી દો.” પૂ. સંતોએ પ્રાર્થના કરતાં કહ્યું.
“કેમ આ સેવા અમારે ન કરવાની હોય ? આવી સેવા થાય ને આવી ન થાય એ વળી શું ? તમે બધા અમારી સેવા કરો તો અમારે તમારી સેવા ના કરાય ? મને પણ આ સેવાનો અધિકાર છે. માટે મને આ સેવા કરવા દો.”
વાહ દયાળુ વાહ ! આપ દાસત્વની સાક્ષાત્ પ્રતિમા છો. કોઈ નાનામાં નાની સેવા કરવામાં પણ કોઈ નાનપ જ નહીં...!!!