બાથરૂમમાં સાવરણાનો અવાજ
એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રાતઃ સભામાં લાભ આપવા પધાર્યા હતા.
સભા પહેલા, ગુરુદેવ પ.પૂ. બાપજી લઘુ કરવા માટે બાથરૂમમાં પધાર્યા.
બાથરૂમમાં વાર લાગી અને અંદરથી સાવરણાનો અવાજ આવતો હોવાથી સંતોએ બહારથી બારણું ખખડાવ્યું.
જોયું તો ગુરુદેવ પ.પૂ. બાપજી સાવરણો લઈ બાથરૂમ સાફ કરતા હતા.
સંસ્થાના ગુરુ હોવા છતાં સાવરણો લઈ બાથરૂમ સાફ કરવાની સેવામાં પણ કોઈ નીચી ટેલની સેવા કર્યાનો સંશય નહીં.
ગુરુદેવ પ.પૂ. બાપજીનો આવો નિર્માનીપણે સેવા કર્યાનો આગ્રહ જોઈ મસ્તક જરૂર ઝૂકી જાય.
જેનાં દર્શન કરતાં સૌ કોઈના મુખે સહસા જ શબ્દો સરી પડે કે, “ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે દાસત્વભાવનું સાક્ષાત્ મૂર્તિમંત સ્વરૂપ જ જોઈ લ્યો...!”