એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના આસને બેઠા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી વચનામૃતની પારાયણ કરતા હતા. તેવામાં એક સેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવીને બેઠા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમને જોઈ મર્મમાં હસ્યા.

     પૂ. સંતે પૂછ્યું : બાપજી, આપનો મર્મ ન સમજાયો. બાપજી આપનો મર્મ સમજાવશો ? પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કંઈ જ ઉત્તર ન કર્યો અને વાંચનમાં નિમગ્ન રહ્યા.

     થોડી વાર થઈ એટલે સેવક સંતે ફરી પૂછ્યું.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી કંઈ જ ન બોલ્યા. પછી સેવક સંત પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને સેવા કરવા લાગ્યા.

     ત્યારે પ.પૂ. બાપજી બોલ્યા, “સ્વામી, રાજી રહેજો... અમને અંતર્વૃતિ બહુ વ્હાલી છે. થોડીવારે બાપજી બોલ્યા, અમને પ્રવૃત્તિમાં અને કાર્યમાં જરાય રસ નથી. મંદિર કરવું ન ગમે,        ઉત્સવ-સમૈયા પણ કરવા ન ગમે પણ સ્વામી, અમને કેવળ મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેવું ગમે.”

     સેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજીનું વચન સાંભળી એકાગ્ર બની ગયા અને ગુરુવર્ય પ.પૂ. બાપજીની વધુ નિકટમાં જઈ બેઠા.

“સ્વામી, આપણે કારણ સત્સંગના સંત છીએ... એટલે કારણ (મહારાજ) જ મુખ્ય રાખવાનું પણ કાર્ય (પ્રવૃત્તિ) નહીં.”