તા. 11/4/17 ને મંગળવારના રોજ પૂનમ હોવાથી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે  સંતો-હરિભક્તોને લાભ આપવા પધાર્યા.

પ.પૂ.સ્વામીશ્રી વાસણા પધારતા પહેલાં સ્વા.ધામના ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે પધાર્યા. એ સમયે સ્ટાફના મુક્તોની પ્રાત: સભા ચાલુ હતી.પ્રાત: સભામાં પ.ભ. શ્રી ચતુરભાઈ પટેલ લાભ આપી રહ્યા હતા.

પ.પૂ.સ્વામીશ્રી તેઓને કથાવાર્તા કરતા જોઈ રાજી થયા પણ તેઓ પાસે વચનામૃત ન હતું.

પ.પૂ.સ્વામીશ્રીએ ચતુરભાઈને તરત ટકોર કરી,

“ચતુરબાપા, આપણા ગુરુ કોણ છે ? આપણે કોના શિષ્ય છીએ, આપણી દરેક કથાવાર્તા, વચનામૃત આધારીત જ હોવી જોઈએ. આપણા ગુરુ પ.પૂ.બાપજી વચનામૃતના આચાર્ય અને આપણે આમ જ કથા કરીએ ? ન ચાલે.”

પોતે પરભાવનું સ્વરૂપ હોવા છતાં ગુરુના તમામ સિદ્ધાંતો અને રુચિ પ.પૂ. સ્વામીશ્રીએ તો સ્વજીવનમાં લક્ષ્યાર્થ કરી એવું દર્શાવે પણ હરિભક્ત સમાજને પણ એ માર્ગે આગળ વધારે....