“વ્હાલા મુને વશ કીધી વૃષરાજ, વ્હાલપ તારા વ્હાલમાં રે લોલ...”

     સદ્. મુનિસ્વામી સાથે સંતો-ભક્તો ચેષ્ટા બોલતા હતા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામી સાથે ઉચ્ચ સ્વરે ચેષ્ટા બોલતા હતા. સાથે રહેલા સભ્યો કેટલાક ધીમા સ્વરે તો કેટલાક સાવ ધીમેથી ચેષ્ટા બોલતા હતા.

     સદ્. મુનિસ્વામીએ આ અંગે સંતોની નોંધ લીધી.

     તેથી અન્યને મિષે સદ્. મુનિસ્વામીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઉચ્ચ સ્વરે કહ્યું,

     “દેવસ્વામી, થોડી મોટેથી ચેષ્ટા બોલો; મનમાં ન બોલો.”

     “હા બાપા, મોટેથી બોલીશ.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હસ્ત જોડી કહ્યું.

     વગર વાંકે થયેલી રોકટોકને પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી નિઃસંશયપણે સહર્ષ સ્વીકારી વધુ ઉતાવળે (મોટેથી) ચેષ્ટા બોલવા લાગ્યા.