જ્ઞાનસત્ર-10ના દિવ્ય સભામંડપમાં પ.પૂ. સ્વામીશ્રી ‘અભક્ત’, ‘ભક્ત’, ‘મુમુક્ષુ’ અને ‘મુક્ત’ આ ચારેય ભેદ સરળ દૃષ્ટાંત આપી સમજાવી રહ્યા હતા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ અડધી સભાએ વિદાય લઈ રહ્યા હતા.

     તે જ સમયે પ.પૂ. સ્વામીશ્રીએ સભામાં વાત કરતાં કહ્યું,

    “જેમને ભગવાનની વાતો ન ગમે અને સભામાં ન બેસે તેને અભક્ત કહેવાય અને જે માત્ર કથામાં બેસવા ખાતર બેસે તે ભક્ત કહેવાય.”

     પ.પૂ. સ્વામીશ્રી તો આ ભેદ સત્સંગ સમાજને સહજતાથી સમજાવતા હતા.

     પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “હે સ્વામી ! અમે સભા વચ્ચેથી જતા રહીએ છીએ તો અભક્ત તો નહિ કહેવાઈએ ને ?”

     આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જ્ઞાનસત્રમાં પધારેલ સંત-હરિભક્ત સમાજને સ્વતઃ વર્તન દ્વારા વિચારશીલ જીવનની ઝાંખી કરાવી પરંતુ પોતે તો સંપૂર્ણ પરભાવનું સ્વરૂપ છે.