પ.પૂ. સ્વામીશ્રી એટલે પરસુખકારી.
“સંતો, આપણે જલદીથી ફ્લાઇટમાં બેસી જઈએ.”
સંતો-હરિભક્તોએ આ વાત સ્વીકારી એટલે તેઓ ફરી બોલ્યા :
“સંતો, આ હરિભક્તો કેવા મહિમાથી રાત-દિવસ જોયા વિના સેવા કરે છે. વળી, ઍરપૉર્ટના આ વ્યવસ્થાપકો પણ મહારાજની ને આપણી સેવા માટે રોકાયેલા છે.
આપણે જ્યાં સુધી ફ્લાઇટમાં નહિ બેસીએ ત્યાં સુધી તેઓ છૂટા નહિ થઈ શકે. એમણે કેટલાં બધાં કામો આપણા માટે ગૌણ કર્યાં છે... માટે આપણે ઝડપ રાખીને ફ્લાઇટમાં બેસી જઈએ એટલે એ છૂટા થશે...
આપણે આપણા કારણથી એમને શા માટે તકલીફ આપવી ! આપણે શા માટે અન્યને ભારરૂપ થવું !”