મોડી રાત્રે પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી પોઠાડવા પધાર્યા.

    “દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી માટે દયાળુ, તબીબ (ડૉક્ટર)ની સલાહ મુજબ આપ દવા લઈ લો તો...” સેવામાં રહેલ પૂ. સંતોએ પ્રાર્થના કરી.

    “સારું લાવો દવા...”

     “આવતી કાલના કાર્યક્રમોમાં કંઈ ફેરફાર કરવો છે ?”

     “ના, કંઈ કરવું નથી...”

    “દયાળુ, આપનું સ્વાસ્થ્ય તો…”

     “સંતો, આ તો બધી મહારાજની પ્રસાદી સમજીને સ્વીકારી લેવાનું હોય અને અમે એ સ્વીકારી લીધું છે... માટે આપ તેની ચિંતા ન કરો...”