શ્રીહરિના પ્રાગટ્યોત્સવે જતન
તા. 27-3-2007ના રોજ શ્રીહરિનો પ્રાગટ્યોત્સવનો દિવસ હતો.
સર્વે સંતો-ભક્તોને હૈયે અતિશે આનંદ હતો.
શ્રીહરિના પ્રાગટ્યની સેવાનો લાભ લેવા સંતો-ભક્તો ઉત્સાહ-ઉમંગથી વાસણા મંદિરે આવ્યા હતા.
સંધ્યા સમયે પૂ. સંતો મહારાજનો થાળ બનાવતા હતા ને ઠાકોરજી માટે ટીંડોળા-બટાકાનું શાક સમારતા હતા. તે વખતે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા ને બોલ્યા,
“સંતો... શું કરો છો ?”
“બાપજી, મહારાજના પ્રાગટ્યોત્સવના થાળ માટે શાક સમારીએ છીએ.”
“સંતો, થાળમાં શાક તીખું ન કરતા. કેમ કે આજે મહારાજનો પ્રાગટ્ય દિન છે. એટલે ઠાકોરજી બાળસ્વરૂપે હોય તેથી તીખું લાગે. અને હા... ઠાકોરજી માટે શીરો પણ ગરમ ગરમ ન ધરાવતા, થોડો ઠંડો કરીને ધરાવજો.”
સંતો ઠાકોરજી પરત્વે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પ્રગટભાવ-દિવ્યભાવ જોઈ આત્મગત અંદરોઅંદર બોલી રહ્યા,
“ઠાકોરજીનું કેવું જતન ! કેવો દિવ્યભાવ ! કેવો પ્રગટભાવ !”