ગુરુવર્ય પ.પૂ.બાપજીને પૂ. સંતો માટે ભજન-ભક્તિનો આગ્રહ.
એક વખત બે-ચાર સંતો તથા STKના મુક્તો ભેગા બેસી વચનામૃત ઉપર ચર્ચા કરી રહ્યા હતા.
એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાંથી જઈ રહ્યા હતા.
ગુરુવર્ય પ.પૂ.બાપજીએ દૂરથી માત્ર તેમને વાત કરતા જોયા. તેમને એમ હતું કે, ‘તેઓ ભેગા બેસી વાતો કરી રહ્યા હશે.’
તેથી તેમણે સાહજિક રીતે ટકોર કરતાં કહ્યું.
“મુક્તો ભેગા બેસીને વાતો કરવામાં બહારવૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખજો... અને બીજું એકલા બેસી વચનામૃત ગોખવાં, બાપાશ્રીની વાતો વાંચવી, ભજન-ભક્તિ કરવી.”
“બાપજી રાજી રહેજો, એ તો અમે વચનામૃત ઉપર જ્ઞાનમાર્ગ સમજતા હતા.”
આ સાંભળીને ગુરુવર્ય પ.પૂ.બાપજી અત્યંત રાજી થયા.