ગાજરનો હલવો પ.પૂ. બાપજીએ ગ્રહણ ન કર્યો.
એક વખત કોઈ પ્રસંગપાત્ત પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને જમાડવા, રાજી કરવા ગાજરનો હલવો બનાવ્યો હતો.
પૂ.સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીની સાહજિક વૃત્તિથી પરિચિત જ હતા : ‘બાપજી જે ન જમાડ્યું હોય તે કદી જમાડતા નથી. એટલે બાપજીએ હલવો જમાડ્યો નથી તો શું તે જમાડશે ખરા !
પ.પૂ.બાપજી જમાડવા માટે બિરાજ્યા.
પૂ.સંતોએ કહ્યું, “બાપજી, આપ રાજી રહેજો... આ ગાજરનો હલવો છે. અમને ખ્યાલ હતો કે આપે કદી ના જમાડ્યું હોય તે લેતા નથી પણ આપને કેવળ રાજી કરવા કર્યું હતું. રાજી થજો...”
ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તુરત કહ્યું, “મેં આજ સુધી કોઈ દિવસ હલવો ચાખ્યો નથી, એનો સ્વાદ લીધો નથી તો હવે શા માટે જમાડવાનો ? માટે લઈ જાવ. અમે તમારા ભાવને સ્વીકારી લીધો છે. મોટા સંતો કહેતા, ‘મૂર્તિ રસ પીધો જેને તેને ન ગમે અવર રસ રે...’ માટે આપ આ પ્રસાદ લઈ જાવ.”
“બાપજી, આપને ક્યાં સ્વાદ છે ! આપ તો દિવ્યપુરુષ છો તો થોડો અંગીકાર કરો ને...”
“સંતો, તમે અમને રાજી કરવા કર્યો હતો ને ! તો અમે તમારા પર રાજી... પણ અમારાથી ગ્રહણ નહિ થઈ શકે...”