શ્રીહરિએ પશ્ચિમ દિશામાં દૃષ્ટિ કરી.
એક સમયે ઘનશ્યામ મહાપ્રભુ નારાયણ સરોવરના કિનારે ઊંચા પીપળના વૃક્ષ પર ચડ્યા હતા.
“ઘનશ્યામ ! પીપળના વૃક્ષ પર શું કામ બેઠા ? બીજા કોઈ ફળવાળા વૃક્ષ પર બેઠા હોત તો સમજાત કે કશુંક ફળ જમવા સારુ ચઢ્યા હશે. પરંતુ પીપળાના વૃક્ષ પર તો શું ફળ મળે ? ને ત્યાં બેઠા બેઠા શાના વિચારમાં ખોવાયેલા છો ?” ત્યાંથી પસાર થતા મામા મોતી ત્રવાડીએ પૂછ્યું.
“મામા ! અમે વૃક્ષના ફળ જમવા ઉપર ચઢ્યા નથી. અમારી ક્રિયા હેતુસભર હોય; તે હેતુને આ લોકના મનુષ્ય શું સમજી શકે ?” છતાં ઘનશ્યામ પ્રભુએ કહ્યું,
“પશ્ચિમ દિશામાં અનેક મુમુક્ષુઓ પ્રગટી ચૂક્યા છે. એને અમે અહીંથી નિહાળીએ છીએ ને વિચારીએ છીએ કે...”
એટલું કહી થોડું હસ્યા ને પછી વધુ કહેવું યોગ્ય ન લાગવાથી કશું બોલ્યા નહીં.