પ.પૂ.સ્વામીશ્રીએ હરિભક્તોને ખૂબ ભાવથી જમાડ્યા.
રાત્રે 11:30 વાગ્યે પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ શયન માટે તૈયારી કરતા હતા. તે સમયે પંચમહાલના હરિભક્તો પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે આવ્યા હતા.
હરિભક્તો આસને આવતાં જ પ.પૂ.સ્વામીશ્રીએ પૂછ્યું,
“મુક્તો, તમે ઠાકોરજી જમાડ્યા કે બાકી છે ?”
“સ્વામી, રાજી રહેજો... ઠાકોરજી જમાડવાનો મેળ પડ્યો નથી.”
આ સાંભળતાં જ પ.પૂ.સ્વામીશ્રીએ એક સાધકમુક્તને કહ્યું કે, “મુક્તરાજ, તમે હરિભક્તો માટે થાળી તૈયાર કરો. સેવક સંતોના રસોડેથી પીરસી આપે છે પણ સંતોને જગાડતા નહીં.”
પ.પૂ.સ્વામીશ્રીએ સંતોના રસોડામાં જઈ હરિભક્તોને ખૂબ ભાવથી પીરસ્યું અને તૃપ્ત કર્યા તેવાં દર્શન સાધકમુક્તને થયા તો ત્યારે પ.પૂ.સ્વામીશ્રી બોલ્યા,
“હરિભક્તોની સેવા મહારાજના ભાવથી કરવી તો મહારાજ રાજી થાય.”