અવરભાવને પાકો ન કરો, ન છૂટકે જ સંભારો.
વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ ઈ.સ.૨૦૧૮ના વર્ષને યુવકો તથા કિશોરો માટે ફાળવવાનો સંકલ્પ કર્યો હતો. તે ન્યાયે વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ દરેક વિસ્તારમાં ઝોનલ વિચરણ ગોઠવ્યું હતું.
૨૪-૪-૨૦૧૮ ના રોજ વ્હાલા પ.પૂ સ્વામીશ્રીનો મહેસાણા ખાતે ઝોનલ વિચરણ પ્રોગ્રામ હતો. સાંજે યુવક મંડળની વ્હાલા પ.પૂ સ્વામીશ્રીના અનુજ્ઞા પ્રમાણે મીટીંગ ગોઠવાયેલી હતી.
તે મીટીંગમાં બધાય હરિભક્તો એક પછી એક પોતાના નામ – ગામ - સેવાનો પરિચય આપતા હતા. તેમાં નરેન્દ્રભાઈનો વારો આવ્યો. તે પોતાનું આખું નામ - ગામ બધું બોલ્યા. ( વ્હાલા પ.પૂ સ્વામીશ્રીને તેમનો પૂરો પરિચય હતો જ.)
ત્યારે વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ તરત ટકોર કરી. ‘આપણે આખું નામ - ગામ બોલવાની જરૂર નથી. માત્ર નામ જ બોલવું. બધું બોલીએ તો પાકું થશે.’ તેમ કહી રોક્યા. ‘બસ એક જ વાત અવરભાવને પાકો ન કરવો, ન છૂટકે જ સંભારો.’