તા ૧૯/૪/૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ.સ્વામીશ્રી આસનેથી સંત રસોડા તરફ ઠાકોરજી જમાડવા પધારતા હતા.

“દયાળુ ! લિફ્ટ આવે જ છે. લિફ્ટમાં પધારોને...!!” સાધકમુક્તે કહ્યું.

“ચાલશે, અત્યારે જરૂર નથી. પગથિયાં ઊતરવાના જ છે અને અવરભાવમાં શરીરને થોડીક કસરત પણ થઈ જાય.” પ્રત્યુત્તર આપી પ.પૂ.સ્વામીશ્રી પગથિયાં  ઊતરવા લાગ્યા.

સાધકમુક્ત પણ એમની સાથે સાથે ઊતરવા લાગ્યા. ત્યારે પ.પૂ.સ્વામીશ્રી બોલ્યા,

“બાપાશ્રીએ વાતોમાં કહ્યું છે, સિદ્ધિઓના, સગવડોના તો ઢગલા થશે, પરંતુ મળે તેટલું બધું ગ્રહણ ન કરવું. આ લિફ્ટ આપણા માટે સિદ્ધિ કહેવાય.”

જેમને લિફ્ટ ને સીડી સમ વર્તે છે. છતાંય અવરભાવમાં સાધુતાની રીત મુજબ વર્તી સાધકમુક્તને મળે તેટલું બધું ગ્રહણ ન કરાય એવી સાધુતાની રીત શીખવી.

દિવ્ય પરભાવનું સ્વતંત્ર સ્વરૂપ હોવા છતાં શ્રીહરિની જેમ જ સ્વયં વર્તી સાધુતા દૃઢ કરાવનાર અજોડ દિવ્યપુરુષને કોટિ કોટિ પ્રણામ...