મહારાજે ભક્તોને નિર્વાસનિક થવાનું કહ્યું.
“મહારાજ ! અમારી ઉપર દયા રાખજો.” સભા પૂરી થતાં હરિભક્તોએ દંડવત કરી ચાલતી વેળાએ પ્રાર્થના કરી.
“તમે પણ અમારી ઉપર દયા રાખજો.” મહારાજે પણ હરિભક્તોને કહ્યું.
હરિભક્તો ચાલતા થયા. પોતાના ગામના પાદરે પહોંચી વિચાર કર્યો,
‘આપણે મહારાજને દયા રાખવાનું કહ્યું તે તો ઠીક પણ મહારાજે દયા રાખજો એમ કહ્યું તે શું ? કાંઈ સમજાણું નહીં. માટે ચાલો પાછા જઈએ ને મહારાજને પૂછી જોઈએ.’ તેમ વિચારી સૌએ મહારાજ પાસે આવીને કહ્યું જે,
“હે મહારાજ ! તમે અમારી ઉપર દયા રાખજો એમ કહ્યું તે શું ? એ સમજાણું નહીં."
“હરિભક્તો આપ સૌ અમને સદાય ભેળા રાખજો પણ ક્યારેય જગત ભેગા ભળી એની ગંદકીના ગોટા જીવમાં ઘાલશો નહીં... એવી દયા રાખજો...!” એમ મહારાજે કહ્યું.
પછી સૌ હરિજન હાથ જોડીને પગે લાગ્યા.