નિરંતર એક શ્રીજીમહારાજ જ ગમે છે.
ઈ.સ. ૨૦૧૭ માર્ચમાં વાસણા મંદિર ખાતે એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસનેથી સેવા માટે ડોરબેલ વાગ્યો.
બંને સેવક સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એકસાથે પ્રવેશ્યા.
“દયાળુ, મહારાજ... શું સેવા હતી ?” પ્રથમ સેવક સંત બોલ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી નિરુત્તર રહ્યા.
ફરી બીજા સેવક સંતે સેવા અંગે પૃચ્છા કરી.
ગુરુવર્ય પ.પૂ. બાપજી કંઈ બોલ્યા વિના મંદ મંદ હસતા હતા.
મૌનને નિવૃત્તિ આપતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “અમારે બીજું કાંઈ જોઈતું નથી. અમને અખંડ, નિરંતર એક શ્રીજીમહારાજ જ ગમે છે...”
આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમી એક શ્રીજીમહારાજની જ જરૂરિયાત જણાવે છે.