એક વખત મહારાજે સભામાં સૌ સંતોને પૂછ્યું જે,

    “સંતો, તમો દરરોજ નિત્યનિયમની કેટલી માળા કરો છો ?”

     અમુક સંતોએ કહ્યું જે, “મહારાજ ! હું પાંચસો ફેરવું છું.” કોઈએ કહ્યું, “હું હજાર ફેરવું છું.”

    “શી રીતે ફેરવો છો ?” વળીને મહારાજે પૂછ્યું.

    “મહારાજ ! માળા ફેરવવા માટે બેરબા રાખ્યા છે.” સંતોએ ઉત્તર આપ્યો.

    “સ્વામી ! તમે કેટલી માળા ફેરવો છો ?” મહારાજે સદ્. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું.

    “મહારાજ ! હું તો પચાસ માળા ફેરવું છું.” સદ્. મુક્તાનંદ સ્વામીએ ઉત્તર આપ્યો.

     “શી રીતે ?”

     “મહારાજ, આપની મૂર્તિના અંગોનું ધ્યાન ધરીને. તેમાં જો બીજો સંકલ્પ થાય તો માળા ખોટી પડે.”

     “આની આગળ હજારે કાંઈ નહિ, ને પાંચસે એ કાંઈ નહીં.” મહારાજે સૌ સંતોને કહ્યા પછી સૌ સંત સમજી ગયા કે, મહારાજની મૂર્તિના અંગ ધારીને માળા ફેરવવી.

     તે ઉપર સદ્. મુક્તાનંદ સ્વામીએ કીર્તન રચ્યું,

    “ભજે ભાવ શું અખંડ જપ માળા રે,

    માળા ટાળે છે મન કેરા ચાળા રે,

     હરિનું એક એક અંગ ઉર ધારો રે.”