તા.૧૭-૪-૨૦૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ ભોજન માટે સંત રસોડામાં પધાર્યા.

     પૂ.સંતોએ ઠાકોરજીના થાળમાં આજે ઢોકળાં બનાવ્યાં હતાં.પરંતુ,ઢોકળાં ઓછા જણાતાં પૂ. સંતોએ બટાકાપૌંઆ પણ બનાવ્યા હતા.

     ઠાકોરજીના થાળ થયા.ને ત્યાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા પધાર્યા. પ.પૂ.સ્વામીશ્રીને પત્તરમાં ઢોકળાં પીરસવા ગયા. તે પહેલાં પ.પૂ.સ્વામીશ્રીએ રસોઈમાં શું બનાવ્યું છે ? તથા કેટલી રસોઈ છે ? તે જોયું હતું.

     તેથી તે વખતે પીરસનાર પૂ. સંતને કહ્યું, “સ્વામી, ઢોકળાં ઓછાં છે માટે પહેલાં સંતો જમાડે છે તો એમને પહેલાં આપો. વધે તો સેવકને આપજો.” પૂ. સંતો ઢોકળાં આપવા લાગ્યા પણ પ.પૂ. સ્વામીશ્રીએ સર્વે સંતોને ઢોકળાંની પ્રસાદી અપાવી પછી જ પોતે થોડીક પ્રસાદી ગ્રહણ કરી.

     આમ, પ.પૂ.સ્વામીશ્રી માતૃવાત્સલ્યતાની મૂર્તિ જોવા મળે.