SMVS સંસ્થાના મુખ્ય મંદિર કહેતાં વાસણા ખાતે હરિકૃષ્ણ મહારાજ, ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં છ સાધકમુક્તોને તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ પ્રાતઃ કાળે પાર્ષદી દીક્ષા આપી હતી.

     ગુરુવર્ય પ.પૂ.બાપજી બધા પાર્ષદમુક્તો તથા તેમના પૂર્વાશ્રમના વાલીશ્રીઓ પર ખૂબ ખૂબ રાજી હતા.દીક્ષાવિધિમાં મહાપૂજા પૂર્ણ થયા બાદ સાધકોને પ.પૂ.બાપજીએ વસ્ત્રો અર્પણ કરતી વખતે સેવક સંતને કહ્યું, “આ વસ્ત્રો ઠાકોરજીના પ્રસાદીનાં તો કરેલા છે ને ?” સેવક સંતે હકારમાં પ્રત્યુત્તર આપ્યો.

     થોડી વાર બાદ પૂ.પાર્ષદમુક્તો જ્યારે પાર્ષદનાં વસ્ત્રો પહેરીને આવ્યા ત્યારે બધાયને ખૂબ આનંદ થયો હતો. પૂ.પાર્ષદમુક્તો આનંદમાં, રાજી થકા ગુરુવર્ય પ.પૂ.બાપજીને દંડવત કરવા લાગ્યા.

     હજી એક જ દંડવત થયો હશે ત્યાં તો ગુરુવર્ય પ.પૂ.બાપજીએ બધાની સામે જાહેરમાં પૂ.પાર્ષદમુક્તોને કહ્યું, “ મુક્તો, પહેલાં હરિકૃષ્ણ મહારાજને દંડવત કરાય; અમને નહીં.”

     આમ, ગુરુવર્ય પ.પૂ.બાપજી હંમેશાં ઠાકોરજીનું મુખ્યપણું રાખ્યું છે ને રખાવ્યું છે.