વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વસ્ત્રાલ,અમદાવાદ ખાતે તા. ૬/૧૨/૨૦૧૮ ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે હરિકૃષ્ણ મહારાજ સંગે પધરામણીમાં પધાર્યા.

     એક હરિભક્તના ઘરે પધરામણી કરી. બીજા હરિભક્તના ઘરે જવા માટે એક હરિભક્તને રસ્તાનો ખ્યાલ હોવાથી તેઓ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની ગાડી પહેલા આગળ જતા હતા.

     તે રસ્તો ખોટો હતો તેથી તે હરિભક્ત છોભીલા બની ગયા.તેઓ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની માફી માગવા ગયા ને કરુણામૂર્તિ પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું,

     “દયાળુ,ચિંતા ન કરશો,મહારાજની જેવી મરજી.મહારાજને બધાયને દર્શન કરાવવાનાં હશે તે માટે મહારાજે રસ્તો ભુલાવ્યો.”

     આમ, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ તે હરિભક્તને નિશ્ચિંત કરીને સૌને દિવ્યભાવમાં ડુબાડી દીધા.