શ્રીજીમહારાજ પ્રગટ... પ્રગટ... પ્રગટ... જ છે.’ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ દૃઢ કરાવ્યું
એક વખત એક હરિભક્તે પૂછ્યું, “બાપજી, આપ ત્રણ વાર પ્રગટ... પ્રગટ... પ્રગટ... શા માટે બોલાવો છો ?”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આ જ શ્રીજીમહારાજ ભૂતકાળમાં પ્રગટ હતા. વર્તમાનકાળે એ જ પ્રગટપણે બિરાજે છે અને ભવિષ્યમાં પણ તેઓ પ્રગટ જ છે. ત્રણેય કાળમાં સદૈવ તેમનું પ્રગટપણું છે જ, પ્રત્યક્ષપણું છે જ તે સમજાવવા ત્રણ વાર પાકું કરાવીએ છીએ. યાવદ્ચંદ્રદિવાકરૌ આ બ્રહ્માંડનું પીઠ હશે ત્યાં સુધી અને એ પછી પણ શ્રીજીમહારાજ મૂર્તિ રૂપે સદાય પ્રગટ-પ્રત્યક્ષ છે જ. પરંતુ, કોઈ વ્યક્તિ રૂપે પ્રગટનો હવાલો સમજવો નહીં. આવી સમજણ જીવમાંથી પાકી કરવી.”
આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીની દરેક વાતમાં ઘણો મર્મ રહ્યો છે.