તા. ૨૨-૧૨-૨૦૧૮ ને શનિવારના રોજ પૂનમનો સમૈયો હતો. આ સમૈયામાં અગાઉ પ.પૂ. સ્વામીશ્રી સાથે સંપર્કમાં આવેલ સુરતમાં એક પાર્ષદ લાભ લેવા તથા ગુરુવર્ય પ.પૂ. બાપજી-પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ લેવા માટે       આવેલા.

  અને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન તથા પ્રાર્થના કરતાં કહ્યું કે, “સંસાર-જગત બધું નાશવંત છે, મારે તો મૂર્તિનું સુખ લેવું છે, નિર્વાસનિક થવું છે.”

  તે સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પેલા ભગતને તથા સાથે રહેલા સંતોને એક રુચિ જણાવતાં કહ્યું કે, “તમારે જો મૂર્તિનું સુખ લેવું હોય તો આ સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી) પાસે જજો, એમના પગે પડજો, એમને ચોંટી પડજો, એમની     મરજીમાં રહેજો. તો એ તમને મૂર્તિનું સુખ આપશે.”

  આ પ્રસંગ દ્વારા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ્રથમ વખત સંપર્કમાં આવેલ પાર્ષદને પ.પૂ. સ્વામીશ્રીનો મહિમા કહ્યો અને સમજાવ્યો.

  આપણે પણ પ.પૂ. સ્વામીશ્રીને રાજી કરી, મહિમા સમજી મૂર્તિસુખ લેવા તત્પર બનીએ.