સંવત 1871માં કરજીસણ ગામે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજમાન હતા. તે સમે કોઈક હરિભક્તે કહ્યું, “મહારાજ, મોટેરા સંતો પધારી રહ્યા છે !!” આ સાંભળી અનંતકોટિ બ્રહ્માંડોના નાથ ઊભા થઈ તે દિશામાં સંતો સન્મુખ ચાલવા લાગ્યા. રસ્તા ઉપર જ સંતોને શ્રીહરિ દંડવત કરવા લાગ્યા.

સદ્. બ્રહ્માનંદ સ્વામીએ દોડીને મહારાજને ઝાલી લીધા, “મહારાજ, આપ અમને દંડવત કરો તો તેથી અમને અપરાધ લાગે.”

ત્યારે મહારાજ બોલ્યા, “સ્વામી, ભક્તની ભક્તિ કરવી તે રીત અનાદિની છે. ભગવાનની તેમાં મોટપ છે.” આમ કહી મહારાજ સર્વે સંતોને ખૂબ ભાવથી ભેટ્યા.

આહાહા !! સંતોનું મહાત્મ્ય સમજવાની કેવી અલૌકિક રીત શ્રીહરિએ શીખવી !

આમ, સંતોનું મહાત્મ્ય સમજવામાં જ શ્રીહરિનો અત્યંત રાજીપો છે.