શ્રીહરિ અલ્પ સંબંધમાં આવેલ જીવને અક્ષરધામની પ્રાપ્તિ કરાવતા
એક વખત સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચરે મહારાજને વસ્ત્ર અર્પણ કર્યાં.
મહાપ્રભુ વાઘાખાચર અને અમરાખાચરનાં અર્પણ કરેલ વસ્ત્ર ધારણ કરી ખૂબ રંગે રમ્યા.
મહારાજે ઘેલે ન્હાઈ તે વસ્ત્રો બંને ભાઈઓને પાછાં આપ્યાં પછી રાત્રે બંને ભાઈઓ સૂતા ત્યારે કપાસની વરખડીઓના જીવ આવી બોલવા મંડ્યા જે,
“ધન્ય છે વાઘાખાચર, ધન્ય છે અમરાખાચર ! તમે અમારા જીવનો મોક્ષ કર્યો.”
“તમે કોણ છો ?” વાઘાખાચરે આશ્ચર્યવત્ પૂછ્યું.
“અમે તમોએ મહારાજને વસ્ત્ર પહેરાવ્યાં તે વસ્ત્રમાં વપરાયેલ કપાસની વરખડીયુંના જીવ છીએ તે અમે મહારાજના ધામમાં જઈએ છીએ.”
આમ, શ્રીહરિ પોતાના અલ્પ સંબંધમાં આવેલ જીવને પણ સહેજે સહેજે અક્ષરધામની પ્રાપ્તિ કરાવતા.