શ્લોક જીગરભાઈ બશેરી ગુરુદેવ પ.પૂ. બાપજીના રોજના નિત્યક્રમ પ્રમાણે દર્શને આવે. ત્યારે તે રેલિંગ ઊંચી કરી ગુરુદેવ પ.પૂ. બાપજીની પાસે દોડી આવે.

ત્યારે આપ તરત બોલો, “જો ડેટું આયો, આને કાંઈ ફાટક નડે !” તે આપના માટે ફ્રૂટ, ડ્રાયફ્રૂટ લાવી આપના ખોળામાં મૂકે. આપ રાજી થઈ જ્યારે શ્લોકને પ્રસાદી આપો ત્યારે તે પ્રસાદી લેવા આવતો ત્યાં તો આપ હસ્ત ઊંચો કરી દેતા. આમ વારંવાર આવી દિવ્ય લીલાનાં દર્શનનું સૌ સંતો-ભક્તોને સુખ આવતું.

પછી તે બાળમુક્ત આપને પ્રાર્થના કરે, “બાપજી ! આપોને પ્લીઝ...” આપ રાજી થઈ શ્લોકને પ્રસાદી આપો. ક્યારેક આપ તેને પલાંઠી વાળી બેસવાનું કહો તો ક્યારેક દંડવત કરવાનું કહો.

એક વખત શ્લોક આપનાં દર્શને નહોતો આવ્યો ત્યારે આપે તેને સ્પેશ્યલ યાદ કર્યો કે, “ડેટું કેમ નથી આવ્યો ? એને દર્શન માટે બોલાવો.” ત્યારે તે મામાના ઘરે ગયો હતો.

પછી તેને ખબર મળતાં તાત્કાલિક તેની મમ્મી જોડે વાસણા આવ્યો ત્યારે સાંજના ૭:૩૦ થઈ ગયા ને આપનાં દર્શન પણ ક્યારનાય બંધ થઈ ગયા હતા. પરંતુ બાપજી ! આપને ઠાકોરજી જમાડવાની તૈયારી ચાલી રહી હતી. છતાંય આપે તેને આસને સ્પેશ્યલ અંદર બોલાવી દર્શન-આશીર્વાદ આપી રાજીપા રૂપે પ્રસાદી આપી.

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજી શ્લોક પર અઢળક ઢળ્યા.....