શ્રીહરિના હસ્તની પ્રસાદી મુક્ત મંડળ જમવા પધારે
આજે તો મહારાજે સંતોને જલેબી તથા દૂધ-સાકરવાળા ભાત ખૂબ પીરસી તૃપ્ત કર્યા.
“ભણે મહારાજ, આ તે શું ? ત્રણ-ચાર દિવસનું સીધું આ સંતો એક દિવસમાં ખૂટવાડી દે છે.” હરિભક્તે શ્રીજીમહારાજને કટાક્ષ કર્યો.
“ભગત, અમે શું આ દેખાય છે તે સંતોને પીરસ્યું છે ? તેમને જમાડીએ છીએ ? ના… ના... આ સંતોમાં રહીને અમે ને અમારા અનંત મુક્તો જમે છે તેને સમાધિવાળા(સ્થિતિવાળા) દેખે છે. કેમ સચ્ચિદાનંદ ?”
“હા મહારાજ, દરબારમાં જે સંત મંડળ બેઠું છે તે આપના અનંત મુક્ત (મંડળ પંક્તિમાં બેસે) છે જે પરભાવમાં એમ હું દેખું છું.”
આમ, પ્રસંગોપાત્ત શ્રીહરિ અવરભાવવાળાને પોતાના મુક્તોનો મહિમા સમજાવતા.