હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! આપ (અધ્યાત્મ માર્ગના) પીએચ.ડીના પ્રોફેસર છતાંય આપ પ્રાથમિક કક્ષાના શિક્ષક બની ભૂલકાંઓને લાભ આપવા સ્પેશ્યલ બાળ સભામાં, બાળ શિબિરોમાં, કૅમ્પોમાં પધારી સૌને દર્શન-આશીર્વાદનું સુખ આપો છો.

વળી, ગુરુદેવ પ.પૂ. બાપજી આપ બાળમુક્તોને બાળસહજ ચેષ્ટા કરતાં પૂછે, “તમારા બધાનું સાચું નામ શું ?” ત્યારે બાળમુક્તો સમૂહમાં બોલતા, “અનાદિમુક્ત.”

પછી ગુરુદેવ પ.પૂ. બાપજી આપ હસતાં હસતાં પૂછો કે, “તમે બધા સિંહ છો કે બકરાં ?”

બાળકો ઉચ્ચ સ્વરે બોલતાં, “બાપજી ! અમે સહજાનંદી સિંહ છીએ, બાપાનાં બચ્ચાં છીએ.”

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજી આપ બાળકોને આનંદ-રમૂજથી કારણ સત્સંગનું ઉચ્ચતમ જ્ઞાન પાકું કરાવી દેતા.