ગુરુદેવ પ.પૂ. બાપજીએ નામ રાખ્યું સાધુ સનાતનસ્વરૂપદાસજી
ઈ.સ. ૨૦૧૫નો સંત દીક્ષા વિધિ હતો. એ વખતે જે નવા સંતો થયા તે પૂ. સંતોનાં નામ ગુરુદેવ પ.પૂ. બાપજીએ પાડ્યાં. મહારાજના ટાઇટલ મુજબ - સર્વોપરી, સહજાનંદ, અવતારી, સર્વેશ્વર... ત્યારે એક સમર્પિત મુક્તને વિચાર આવ્યો કે, ‘હવે પછીની દીક્ષામાં ગુરુદેવ પ.પૂ. બાપજીનો પ્રિય શબ્દ
‘સનાતન’ નામ કોઈ સંતનું તેઓ ચોક્કસ પાડશે...’ સમય જતાં બીજો દીક્ષા વિધિ આવ્યો.
પરંતુ એમાં પણ ગુરુદેવ પ.પૂ. બાપજીએ એ નામ ન પાડ્યું, ત્રીજો દીક્ષા વિધિ આવ્યો... એમાં પણ તેમણે એ નામ ના પાડ્યું. પછી જ્યારે એ સમર્પિત મુક્તનો જ દીક્ષા વિધિ આવ્યો ત્યારે એ દિવ્યપુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીનું કેવું અંતર્યામીપણું કે તેઓએ એ સમર્પિત મુક્તને જ એ વ્હાલા શુભ નામની દિવ્ય ભેટ આપી ‘સાધુ સનાતનસ્વરૂપદાસજી’.
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ અંતર્યામીપણે સમર્પિત મુક્તના સંકલ્પને પૂર્ણ કર્યો.