ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ STKના મુક્તોને વિનય-વિવેકની અદ્ભુત રીત શીખવી
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત તાલીમ કેન્દ્રની પ્રાતઃ સભામાં પધાર્યા હતા. સભા દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ એક લેખ પૂ. સેવક સંતને પોતાના આસનેથી લાવવા કહ્યું.
પૂ. સેવક સંત કાગળ લઈને આવ્યા. તેઓએ સભાને વીંધીને આગળ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જોડે જવા કરતાં પાછળથી મુક્તોને આગળ પાસ કરવાનું કહ્યું.
જે જે મુક્ત જોડેથી લેખનું કાગળ પાસ થઈ આગળ આવે તે દરેક મુક્તને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી Thank you કહેતા હતા, “Thank you સાગર મહારાજ, Thank you દર્શન મહારાજ...”
“દયાળુ, આપે દરેક મુક્તોને Thank you કેમ કહ્યું ?” એક સમર્પિત મુક્તે સહસા જ પૂછ્યું.
“આ કાગળ પાછળથી સપ્લાય થઈને અમારા સુધી પહોંચ્યું ક્યારે ? તો દરેક મુક્તોની મદદ મળી ત્યારે. કોઈ આપણું નાનુંસરખું કાર્ય કરે તોપણ આભાર માનવો જોઈએ. આ એક વિવેક છે જે દરેકે શીખવો જોઈએ.”
આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ નિકટવર્તી સંતો, સમર્પિત મુક્તોને વ્યવહારિક વિવેક શીખવ્યો.