ઈ.સ. ૨૦૧૮ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું અભૂતપૂર્વ ઝોનલ વિચરણ.

ઝોનલ વિચરણમાં અંગત બેઠકો, ગ્રૂપ સભા, યુવક સભા, યુવક શિબિર, બાળસભાની સાથે વડીલ સભાને પણ સ્થાન હતું.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વડીલ સભામાં પધારે ત્યારે સભાની શરૂઆતમાં જ કહ્યું, “અહીંયાં બધાય વડીલો બેઠા છે. સેવક પણ આવી ગયા. જે કંઈ વાત થાય તે વાત મહારાજ કરશે અને અમારા માટે પણ છે એટલે અમારે પણ દૃઢ કરવી પડશે.”

એ દિવ્યપુરુષ સભા દરમ્યાન જે જે વાત થાય તે સમજાવતા જાય અને અંતે આ વાત મારે પણ દૃઢ કરવાની છે તેમ કહેતા જાય.

આમ, સંપૂર્ણ પરભાવી સ્વરૂપની અવરભાવની મુમુક્ષુતા પણ કેટલી ઉચ્ચ કોટિની જણાય છે તેવી સાહજિકતા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સહજ વર્તનમાં દર્શિત થાય છે.