માછીમારોને અહિંસા ધર્મનો ઉપદેશ આપ્યો
ગુરુદેવ પ.પૂ. બાપજી પરાયાને પણ પોતાના કરી તેમની ઉપર કૃપાનો ધોધ વહાવતા.
મહીસાગર નદી પર બાંધેલા કડાણા ડેમના પાણીથી ઘેરાયેલા ટીમલા ગામે તેઓ પધાર્યા. ત્યારે તેમણે સામે ચાલી હોડીવાળાને બોલાવ્યો. હરિકૃષ્ણ મહારાજ સાથે પોતે હોડીમાં બિરાજ્યા.
ડેમના પાણીમાં અન્યત્ર છૂટાછવાયા માછીમારોની જોડે હોડી હંકારાવી. પછી તેમણે માછીમારોને અહિંસા ધર્મનો ઉપદેશ આપી, કંઠી બાંધી.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેમનાં વ્યસનો છોડાવી સત્સંગીનાં વર્તમાન ધરાવતાં કહ્યું, “જા, આજથી મહારાજે તારાં અનંત જન્મનાં ખોટનાં ખાતાં વાળ્યાં, તારાં બધાં પાપ બાળ્યાં પણ જો હવે નવાં પાપ ન કરે તો.”
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ અહિંસા ધર્મનું જતન કરાવી, માછીમારોનાં અનંત જન્મનાં ખોટનાં ખાતાં વાળ્યાં.