તા. ૨૦-૨-૨૦૧૭ને સોમવારના રોજ વાસણા મંદિરનો 30મો પાટોત્સવ તથા એસ.એમ.વી.એસ.સંસ્થાનો ‘સંસ્થા દિન’ હતો. તથા પાટોત્સવના દિને ૨૭ જેટલા પૂ. સંતો વાસણા મંદિરે હાજર રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી અને પૂ.સંતો ઠાકોરજી જમાડવા બેઠા. સૌને આગ્રહ કરીને પીરસ્યું. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તો વહેલા જમાડી ઊભા થઈ ગયા. અને પૂ. સંતોને આગ્રહ કરીને પીરસવા લાગ્યા...ગરમીના કારણે પૂ. સંતોને પરસેવો થઈ ગયેલો... ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દરેક પૂ. સંતોની પાસે જઈ પોતાના ગાતડિયાથી પરસેવો લૂછવા લાગ્યા અને પરસેવાવાળું ગાતડિયું દિવ્યભાવે પોતાના નેત્ર પર અડાડે. સંતો ‘ના...ના...’ કરતા જ રહ્યા અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી સેવા ચાલુ રાખતા જ રહ્યા.

નીતરતો સંતોનો મહિમા અને દાસત્વભાવ બીજે ક્યાંય જોવા મળે???